Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsSF પૂર્વે આર્જેન્ટિનાને ફટકો; બે ખેલાડી સસ્પેન્ડ

SF પૂર્વે આર્જેન્ટિનાને ફટકો; બે ખેલાડી સસ્પેન્ડ

દોહાઃ ફિફા વર્લ્ડ કપ-2022માં આજે ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યે પહેલી સેમી ફાઈનલ મેચ રમાવાની છે. ક્રોએશિયા સામેના આ મુકાબલા પૂર્વે આર્જેન્ટિનાને મોટો ફટકો પડ્યો છે. તેના બે ખેલાડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના ટીમ અને લુકા મોડ્રિચની ક્રોએશિયા ટીમ ફૂટબોલ વર્લ્ડ કપમાં એક નવો ઈતિહાસ સર્જવા માટે સજ્જ થઈ છે. પરંતુ, આ મહત્ત્વના મુકાબલા પૂર્વે આર્જેન્ટિનાને મોટો ફટકો પડ્યો છે. એના બે ખેલાડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બે જણ છે – માર્કોસ અકુના અને ગોન્ઝાલો મોન્ટિએલ. આ બંને ખેલાડીને પીળું કાર્ડ બતાવવામાં આવતાં એક મેચ માટે સસ્પેન્ડ થયા છે. એમની ગેરહાજરીને કારણે આર્જેન્ટિનાને તકલીફ વેઠવી પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular