Sunday, July 13, 2025
Google search engine
HomeNewsSportsટોક્યો-પેરાલિમ્પિક્સઃ TTમાં મેડલ લાવવાની ભાવિના, સોનલને આશા

ટોક્યો-પેરાલિમ્પિક્સઃ TTમાં મેડલ લાવવાની ભાવિના, સોનલને આશા

અમદાવાદઃ 24 ઓગસ્ટથી ટોક્યોમાં દુનિયાભરનાં દિવ્યાંગજનો માટેનો રમતોત્સવ – પેરાલિમ્પિક ગેમ્સ-2021 શરૂ થશે. આ રમતોત્સવમાં ગુજરાતનાં ભાવિના પટેલ અને સોનલબેન પટેલ પણ ભાગ લઈ રહ્યાં છે. તેઓ ટેબલ ટેનિસ ખેલાડી છે અને આ રમતમાં ભારતની ચેલેન્જની આગેવાની લેશે. આ બંને જણ અનુક્રમે મહિલાઓની ટેબલ ટેનિસ વ્હીલચેર ક્લાસ-4 કેટેગરી અને ક્લાસ-3 કેટેગરીમાં ભાગ લેવાનાં છે. બંને જણ તે ઉપરાંત મહિલાઓની ડબલ્સ હરીફાઈમાં પણ ભાગ લેશે.

ભાવિના અને સોનલબેન પટેલ ગેમ્સના પહેલા દિવસે ક્વાલિફિકેશન રાઉન્ડ રમશે. આ રાઉન્ડ 25, 26 અને 27 ઓગસ્ટે યોજાશે. ત્યારબાદ 28મી સેમી ફાઈનલ અને 29મીએ ફાઈનલ રમાશે. ભાવિના અને સોનલબેન, બંને જણ અમદાવાદ સ્થિત બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનનાં કોચ લલન દોશી પાસે તાલીમ લઈ રહ્યાં છે. વિશ્વમાં પોતાની કેટેગરીમાં ભાવિના 8મા ક્રમે છે જ્યારે સોનલબેન 19મા નંબરે. બંનેએ એશિયન ગેમ્સમાં મેડલ જીત્યાં છે અને સરદાર પટેલ એવોર્ડ તથા એકલવ્ય એવોર્ડ જીત્યાં છે. પેરાલિમ્લિક ગેમ્સ-2021 પાંચમી સપ્ટેમ્બર સુધી ચાલશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular