Saturday, September 6, 2025
Google search engine
HomeNewsSportsBCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટઅટેક આવતાં હોસ્પિટલમાં દાખલ

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટઅટેક આવતાં હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. ગાંગુલીને નવા વર્ષે તબિયત બગડતાં કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી રહી છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને શુક્રવારે રાતે એક જાન્યુઆરીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જે પછી તમને સાવધાની સ્વરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના આરોગ્યમાં સુધારો થઈ રહ્યો છે અને ડોક્ટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને શનિવારે રાતે હાર્ટ અટેક આવ્યો હતો, એ પછી તેમને કોલકાતાની વુડલેન્ડ઼્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular