Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsબંગલાદેશ બે વિકેટે 26 રનઃ ભારતીય બોલરો પર બધાની નજર

બંગલાદેશ બે વિકેટે 26 રનઃ ભારતીય બોલરો પર બધાની નજર

કાનપુરઃ ભારત અને બંગલાદેશની વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ગ્રીનપાર્કમાં રમાઈ રહી છે. કાનપુરમાં વરસાદને કારણે પહેલાં માત્ર 35 ઓવરની જ રમત થઈ શકી હતી. અત્યાર સુધી 235 ઓવરની રમત બરબાદ થઈ ચૂકી છે. બંગલાદેશે ચોથા દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. હવે પાંચમા દિવસે ભારતીય બોલરો પર બધાની નજર છે.

કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બંગલાદેશની ટીમ 233 રન પર આઉટ થઈ હતી. મોમિનૂલ હકે નોટઆઉટ 107 રન બનાવ્યા હતા. નજમૂલ હસન શાંતોએ 31, શાદમાન ઇસ્લામે 24 અને મેહદી હસને 20 રન બનાવ્યા હતા. ભારત વતી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. આકાશદીપ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને 2-2 વિકેટ મળી હતી. જાડેજાએ એક વિકેટ લીધી હતી.

ત્યાર બાદ ભારતે નવ વિકેટે 285 રન બનાવ્યા હતા અને દાવ ડિકલેર કર્યો હતો. જેમાં યશસ્વી જયસ્વાલે 72, કોહલીએ 47, KL  રાહુલે 68 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. બંગલાદેશના મેંહદી હસન મિરાઝે અને શાકિબે ચાર-ચાર વિકેટ લીધી હતી. એ પછી બંગલાદેશે દિવસને અંતે બે વિકેટે 26 રન બનાવ્યા હતા. આર. અશ્વિને બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇતિહાસ રચી દીધો હતો. ભારતની ઓપનિંગ જોડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી. ભારતની ઓપનિંગ જોડીએ માત્ર ત્રણ ઓવરમાં 50 રન પૂરા કરી લીધા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી બાદ ભારતે સદી પણ ઝડપી ફટકારી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular