Sunday, August 24, 2025
Google search engine
HomeNewsSportsબેટિંગ ટિપ્સ માટે બાબર મળ્યો ગાવસકરને

બેટિંગ ટિપ્સ માટે બાબર મળ્યો ગાવસકરને

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-2માં સ્થાન મળ્યું છે. બંને વચ્ચે 23 ઓક્ટોબરે મેલબર્નમાં મેચ રમાવાની છે. એ મહામુકાબલા માટે બંને ટીમ જોરદાર તૈયારી કરી રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, જેણે ગઈ 15 ઓક્ટોબરે એનો જન્મદિવસ ઉજવ્યો હતો, તે દંતકથાસમાન ભારતીય બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરને બ્રિસ્બેનમાં મળ્યો હતો. ગાવસકરે આઝમને બેટિંગને લગતી અમુક મહત્ત્વની ટિપ્સ આપી હતી.

ગાવસકરે વર્લ્ડ કપ માટે આઝમ અને તેની ટીમને શુભેચ્છા પણ આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular