Monday, June 30, 2025
Google search engine
HomeNewsSportsપાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ ફાઈનલમાં

પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ ફાઈનલમાં

દુબઈઃ આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે આજે અહીં રમાઈ ગયેલી બીજી સેમી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને પાંચ-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2021ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે જ્યાં 14 નવેમ્બરે એનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે, જેણે ગઈ કાલે પહેલી સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. આજની મેચમાં પાકિસ્તાને તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 176 રન કર્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 177 રન કરીને મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો – ઓપનર ડેવિડ વોર્નર, માર્કસ સ્ટોઈનીસ અને વિકેટકીપર મેથ્યૂ વેડે જોરદાર ફટકાબાજી કરીને એમની ટીમને એક સમયે અંસભવ લાગતો વિજય અપાવ્યો હતો. વોર્નરે 30 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 49 રન કર્યા હતા. સ્ટોઈનીસ (31 બોલમાં 2 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 40 નોટઆઉટ) અને વેડ (17 બોલમાં 2 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 41 નોટઆઉટ)  વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 81 રનની અતૂટ ભાગીદારીએ પાકિસ્તાનનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. વેડે પાકિસ્તાનના સૌથી ખતરનાર ફાસ્ટ બોલર શાહીન અફરિદીની આખરી ઓવરમાં 3 બોલમાં 3 સિક્સ મારીને સનસનાટી મચાવી દીધી હતી.

અગાઉ, પાકિસ્તાનના દાવમાં વિકેટકીપર મોહમ્મદ રિઝવાને 67 અને ફખર ઝમાને અણનમ 55 રનનો દાવ ખેલીને પાકિસ્તાન માટે 176 રનનો ચેલેન્જિંગ સ્કોર ખડો કરાવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular