Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsSportsએશિયા કપ સપ્ટેમ્બરમાં : ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

એશિયા કપ સપ્ટેમ્બરમાં : ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ વર્ષ 2023-24 માટે ક્રિકેટ કેલેન્ડર જારી કર્યું છે. કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે આ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. તેમણે એ પણ પુષ્ટિ પણ કરી હતી કે મેન્સ એશિયા કપ 2023 સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવશે, જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં આ મલ્ટિ નેશન ટુર્નામેન્ટનું આયોજન 50 ઓવર્સનું ફોર્મેટમાં થશે. ગઈ વખતે એ T20 ફોર્મેટમાં રમાડવામાં આવ્યો હતો. એનું કારણ ઓસ્ટ્રેલિયામાં થનારો T20 વર્લ્ડ કપ હતો.

જોકે એ માહિતી સામે નથી આવી કે મેન્સ એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં જ થશે કે નહીં. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે કેટલાક મહિના પહેલાં એમ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા નહીં જશે અને એ મલ્ટી નેશન ટ્રોફીનું આયોજન ન્યુટ્રલ સ્થળે થશે. એના પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ધમકી આપી હતી કે એ વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં આવે.

જોકે હવે PCBમાં ફેરફાર થઈ ચૂક્યો છે. રમીઝ રાજાને બદલે નજમ સેઠી અધ્યક્ષ બની ગયા છે. તેમણે ભારત કહ્યું હતું કે ભારત રમવા જવા પર અને ના જવા પર સરકાર નિર્ણય કરશે.

જય શાહે કહ્યું હતું કે ટ્વીટ અનુસાર સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપમાં કુલ છ ટીમો હશે. એને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1 હશે, જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular