Thursday, May 22, 2025
Google search engine
HomeNewsSportsWTC ફાઈનલ માટે 15-સભ્યોની ટીમમાં જાડેજા, અશ્વિનનો સમાવેશ

WTC ફાઈનલ માટે 15-સભ્યોની ટીમમાં જાડેજા, અશ્વિનનો સમાવેશ

સાઉધમ્પ્ટનઃ 18 જૂનથી અહીંના એજીસ બોલ ખાતે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં રમનાર ભારતની 15-સભ્યોની ટીમની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આજે જાહેરાત કરી છે.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમમાં બે સ્પિન ઓલરાઉન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે – રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન. જાડેજા ડાબોડી સ્પિન બોલર છે તો અશ્વિન જમોડી. ફાસ્ટ બોલર શાર્દુર ઠાકુરને ટીમમાંથી બહાર રખાયો છે.

ટીમ છેઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular