Friday, May 23, 2025
Google search engine
HomeNewsSportsIPLની નવી ટીમઃ અમદાવાદ ટાઈટન્સ

IPLની નવી ટીમઃ અમદાવાદ ટાઈટન્સ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધામાં નવી ઉમેરાયેલી અમદાવાદની ટીમે પોતાના નામની આજે સત્તાવાર રીતે ઘોષણા કરી છે. નામ છેઃ અમદાવાદ ટાઈટન્સ. આ સપ્તાહાંતે નિર્ધારિત ખેલાડીઓની હરાજીના કાર્યક્રમ પૂર્વે અમદાવાદ ટીમના માલિકો – સીવીસી કેપિટલ્સ ગ્રુપે એમની ટીમનું નામ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે. ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરવામાં આવ્યો છે.

આઈપીએલ સ્પર્ધામાં અત્યાર સુધી 8 ટીમ રમતી હતી. પરંતુ બે ટીમના ઉમેરા સાથે તેની સંખ્યા 10 થઈ છે. નવી ઉમેરાયેલી અન્ય ટીમ લખનઉની છે, જેનું નામ છે – લખનઉ સુપર જાયન્ટ્સ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular