Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentશાહરુખ ખાન ક્યારેય નમસ્તે નથી કહેતો, માત્ર સલામ કરે છે : વિવેક...

શાહરુખ ખાન ક્યારેય નમસ્તે નથી કહેતો, માત્ર સલામ કરે છે : વિવેક અગ્નિહોત્રી

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સથી લાઈમલાઈટમાં આવેલા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ દિવસોમાં ફરી એકવાર હેડલાઈન્સમાં છે. તેની આગામી ફિલ્મ ધ વેક્સીન વોરનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દાવો કરતો જોવા મળી રહ્યો છે કે શાહરૂખ ખાન ક્યારેય નમસ્તે કહે છે. તે હંમેશા માત્ર સલામ કહે છે. વિવેક અગ્નિહોત્રીના આ વીડિયોને ઘણા લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વિડિયો અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ રાશિદ ખાન એટલે કે KRK દ્વારા ટ્વિટર (X) પર પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા KRKએ લખ્યું છે કે, હું સમજી શકતો નથી કે વિવેક અગ્નિહોત્રી જૂઠું બોલીને નફરત કેમ ફેલાવી રહ્યો છે.

વીડિયોમાં શું છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિવેક અગ્નિહોત્રી કહેતા જોવા મળે છે, “ભારતના ત્રણ સૌથી મોટા સુપરસ્ટાર મુસ્લિમ છે. તેમાંથી બે હાર્ડકોર ઇસ્લામિક પ્રેક્ટિસ કરનારા લોકો છે. શાહરૂખ ખાન ક્યારેય નમસ્તે નથી કહેતો, તે માત્ર સલામ..સલામ..સલામ કહે છે. જો કે, વિવેક અગ્નિહોત્રીના દાવાને નકારી કાઢવા માટે, આ વીડિયોમાં શાહરૂખની આવી ઘણી ઝલક બતાવવામાં આવી છે, જેમાં તે હાથ જોડીને નમસ્તે કહેતો જોવા મળે છે.

વિવેકની ફિલ્મ ક્યારે આવી રહી છે?

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. જોકે આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે ફરી એકવાર દિગ્દર્શક પોતાની આગામી ફિલ્મ સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. તેમની ફિલ્મ ધ વેક્સીન વોર 28 સપ્ટેમ્બરે મોટા પડદા પર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં નાના પાટેકર મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં પલ્લવી જોશી, સપ્તમી ગૌડા અને રાયમા સેન પણ છે. વેક્સીન વોરમાં એ બતાવવામાં આવશે કે કોરોના સામે લડવા માટે દેશમાં ઘરેલુ રસી કેવી રીતે અને કેટલી મહેનતથી બનાવવામાં આવી. ટ્રેલરમાં એવી પણ ઝલક જોવા મળે છે કે ફિલ્મમાં રાજકીય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular