Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessજાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં સેન્સેક્સ, નિફ્ટીમાં તેજી

જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં સેન્સેક્સ, નિફ્ટીમાં તેજી

અમદાવાદઃ ઘરેલુ શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી થઈ હતી. US ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણય પહેલાં અને કેન્દ્રીય બજેટ પહેલાં શેરોમાં તેજી થઈ હતી. IT અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો હતો.

સ્થાનિક બજારમાં જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં તેજી થઈ હતી, જેથી સેન્સેક્સ 631.55 પોઇન્ટ વધીને 76,532.96એ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 205.85 પોઇન્ટની તેજી સાથે 23,163.10ના મથાળે બંધ થયો હતો. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. જોકે FMCG શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી.

સ્થાનિક બજારમાં નિફ્ટીના 50માંથી 27 શેરોમાં તેજી થઈ હતી. સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્કમાં 12માંથી આઠ શેરોમાં ઘટાડો થયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 26 પૈસા મજબૂત થઈને 86.32ના સ્તરે બંધ થયો હતો. સ્થાનિક બજારમાં રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કાપ મૂકાવાનો આશાવાદ પ્રવર્તતો હતો. આ સાથે અગ્રણી કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવતાં શેરોમાં તેજી થઈ હતી.

આ સાથે US ફેડરલની 28-29 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં બેન્ક દર  અંગે શો નિર્ણય કરે છે એના પર બજારની શક્યતા છે, એમ નિષ્ણાતોનું માનવું છે. આ ઉપરાંત વિશ્વના બજારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર બાજ નજર રાખી રહ્યા છે.

BSE એક્સચેન્જ પર કુલ 4082 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2979 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1009 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 94 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 52 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 149 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular