Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessપ્રોત્સાહક બજેટના આશાવાદે સેન્સેક્સ 741 પોઇન્ટ ઊછળ્યો

પ્રોત્સાહક બજેટના આશાવાદે સેન્સેક્સ 741 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સામાન્ય બજેટ પહેલાં બજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકો વધ્યા હતા. મિડકેપ, સ્મોલકેપ અને બેન્ક શેરોમાં અને ડીફેન્સ શેરોમાં તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડને વધારો થયો હતો.

સંસદમાં આજથી બજેટ સેશન શરૂ થયું હતું. સંસદમાં બજેટ આવતી કાલે રજૂ થશે, એ પહેલાં શેરોમાં આર્થિક સુધારાના આશાવાદે શેરોમાં તેજી થઈ હતી. બજેટ પહેલાં સંસદમાં આર્થિક સર્વે રજૂ થયો હતો. જેમાં આગામી નાણાકીય વર્ષનો GDP ગ્રોથ 6.3 ટકા-6.8 ટકા અંદાજવામાં આવ્યો હતો. બજેટ બજાર ફ્રેન્ડલી આવવાના આશાવાદે સ્થાનિક બજારમાં તેજી થઈ હતી. ટેક શેરોમાં ડીપસેકની ચિંતાઓને છોડીને તેજી થઈ હતી.   સ્થાનિક બજારમાં BSEના બધા સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને FMCG, રિયલ્ટી અને ઓટો શેરોમાં તેજી થઈ હતી. મેટલ શેરો પણ સુધર્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સેન્ટિમેન્ટ તેજીમય હતું. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ચાર ટકા વધ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 741 પોઇન્ટ વધીને 77,500.57ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 259 પોઇન્ટ વધીને 23,508.40ના મથાળે બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4047 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2741 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1182 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 124 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 62 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 85 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular