Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં સીટ શેરિંગ પર MVAમાં ફરી ચર્ચા થશે, સંજય રાઉતે કહ્યું કે...

મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ પર MVAમાં ફરી ચર્ચા થશે, સંજય રાઉતે કહ્યું કે…

મુંબઈ: મહાવિકાસ અઘાડી (MVA)ના ત્રણ સાથી પક્ષો મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 18 થી 20 સપ્ટેમ્બર સુધી બેઠક વહેંચણી પર વાત કરશે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે આ માહિતી આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કઈ બેઠકો પર ચૂંટણી લડવાની છે તેની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે આખરી રહેશે. MVAના સાથી પક્ષોમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), NCP-SP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, “18 થી 20 સપ્ટેમ્બર સુધી MVA ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણી અંગે વાતચીત થશે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. કયો પક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેના પર ચર્ચા કરવામાં આવશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બેઠકો નક્કી કરવા માટે જીતની ક્ષમતા એ માપદંડ હશે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી-એસપીએ શિવસેના (UBT) કરતાં વધુ સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો,આ સવાલ જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમની પાર્ટીના મતો મોટાભાગે આ બે પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

શિવસેનાએ કોલ્હાપુર, અમરાવતી અને રામટેક સીટો કોંગ્રેસને આપી દીધી છે. રાઉતે કહ્યું કે જો આ બેઠકો શિવસેના (યુબીટી) પાસે હોત તો તે ચોક્કસપણે જીતી શકત. તેમણે કહ્યું કે શિવસેના (UBT) કાર્યકરોએ બારામતી સહિત NCP-SP માટે સખત મહેનત કરી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular