Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentસલમાનના નામે થતાં સ્કેમ અંગે અભિનેતાએ કર્યો ખુલાસો, તમે નથી ખરીદીને ટિકિટ?

સલમાનના નામે થતાં સ્કેમ અંગે અભિનેતાએ કર્યો ખુલાસો, તમે નથી ખરીદીને ટિકિટ?

મુંબઈ: બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાને એક સત્તાવાર નિવેદન જારી કરીને નકલી ઈવેન્ટની જાહેરાત સામે ચેતવણી આપી છે. સલમાન ખાનના નામે એક સ્કેમ ચાલી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. અમેરિકામાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં સલમાન ખાન પર્ફોમ કરવાના છે એવું કહેવામાં આવી રહ્યું હતું. આ ફેક ઈવેન્ટનો સતત દાવો કરવામાં આવી રહ્યો હતો. જોકે, હવે સલમાન ખાને આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને તેના ચાહકોને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાની કોઈ ઈવેન્ટમાં સામેલ નથી. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન જારી કરીને તેણે સ્પષ્ટ શબ્દોમાં આખી વાતનો ખુલાસો કર્યો છે. તેણે તેના ચાહકોને આ નકલી ઈવેન્ટની ટિકિટ બિલકુલ ન ખરીદવા વિનંતી કરી છે.

સલમાને જારી કરી નોટિસ

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, સત્તાવાર માહિતી! જણાવવામાં આવે છે કે સલમાન ખાન કે તેની સાથે જોડાયેલી કોઈ કંપની કે ટીમ 2024માં યુએસએમાં કોઈ આગામી કોન્સર્ટનું આયોજન કરી રહી નથી. કોઈપણ દાવા જે સૂચવે છે કે સલમાન ખાન અમેરિકામાં પર્ફોમ કરશે તે સંપૂર્ણપણે ખોટા છે. આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે,’કૃપા કરીને આવી ઘટનાઓને પ્રોત્સાહન આપતા કોઈપણ ઈમેલ, મેસેજ અથવા જાહેરાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ પણ વ્યક્તિ સલમાન ખાનના નામનો કપટપૂર્ણ હેતુ માટે દુરુપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

આ ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે
સલમાન ખાન છેલ્લે ‘ટાઈગર 3’માં કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2023 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની અને વૈશ્વિક સ્તરે રૂ. 450 કરોડથી વધુની કમાણી કરી. આ વર્ષની શરૂઆતમાં અભિનેતાએ તેના આગામી મોટા પ્રોજેક્ટ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી જે આવતા વર્ષે ઈદના અવસર પર મોટા પડદા પર આવવાની છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પહેલીવાર સલમાન ખાન સાથે લીડ રોલમાં છે. ફેમસ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. બંને આ પહેલા ‘જુડવા’ (1997), ‘મુઝસે શાદી કરોગી’ (2004) અને ‘કિક’ (2014)માં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય સલમાન ખાન પણ બિગ બોસની 18મી સીઝનના હોસ્ટ તરીકે વાપસી કરી રહ્યો છે. આ શોનું નિર્માણ આવતા મહિને શરૂ થવાની ધારણા છે. હોસ્ટ તરીકે સલમાનની આ સતત 15મી સિઝન હશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular