Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentSaif Ali khan Birthday: શું તમને સૈફ અલી ખાનનું સાચું નામ ખબર...

Saif Ali khan Birthday: શું તમને સૈફ અલી ખાનનું સાચું નામ ખબર છે?

મુંબઈ: ચાર્મિંગ લુક સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સૈફ અલી ખાને ઘણાં અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. તેણે દરેક શૈલીમાં પોતાનો હાથ અજમાવ્યો છે. સૈફ અલી ખાન સુપર કૂલ, સિરિયસ, કોમેડી અને વિલનના રોલમાં જોવા મળ્યા છે. સૈફે તેની ફિલ્મી સફરમાં તેના પાત્રો સાથે ઘણો પ્રયોગ કર્યો છે. આજે સૈફ અલી ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા 54 વર્ષના થયા છે. 4 બાળકોના પિતા સૈફને જોઈને તમને તેની ઉંમર પર વિશ્વાસ ન આવે એવું પણ બની શકે. અભિનેતા આટલી ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. આ દિવસોમાં સૈફ અલી ખાન માત્ર પસંદગીની ફિલ્મો જ કરે છે અને ટૂંક સમયમાં તે એક પાવરફુલ રોલમાં કમબેક કરવા જઈ રહ્યા છે. લાખો લોકો જે સૈફ અલી ખાનના દિવાના છે તેનું સાચું નામ શું છે એ તમે જાણો છો? આ સવાલ સાંભળીને કદાચ તમે ચોંકી જશો, પણ હા એક્ટરનું અસલી નામ સૈફ અલી ખાન નથી.

સૈફ અલી ખાનનું સાચું નામ શું છે?

છોટે નવાબ અને જુનિયર પટૌડી તરીકે જાણીતા સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. નવાબ પટૌડી અને શર્મિલા ટાગોરે તેમના પુત્રનું નામ સાજીદ અલી ખાન રાખ્યું છે. તેમના પિતાના નામની જેમ પટૌડી પણ તેમના નામમાં સામેલ નહોતું અને તેનું કારણ એ હતું કે ટાઈગર પટૌડીએ પણ રજવાડાના અંત પછી પોતાના નામમાંથી પટૌડી કાઢી નાખ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા સૈફ અલી ખાન સાજિદ અલી ખાન તરીકે ઓળખાતા હતા, પરંતુ અભિનય કારકિર્દી બનાવવા માટે તેણે પોતાનું નામ બદલી નાખ્યું અને આ રીતે તે સૈફ અલી ખાન બની ગયા. હાલમાં, દસ્તાવેજ પર સૈફ અલી ખાનનું નામ સાજિદ છે અને સૈફ ફક્ત તેનું સ્ક્રીન નામ છે.

કરીના કપૂર સાથેના લગ્ન દરમિયાન તેનું અસલી નામ ચર્ચામાં આવ્યું હતું. મેરેજ સર્ટિફિકેટ પર સૈફ અલી ખાનનું નામ માત્ર સાજિદ અલી ખાન હતું, જ્યાંથી લોકોને પહેલીવાર ખબર પડી કે સૈફ અલી ખાનનું અસલી નામ સાજિદ છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર સૈફની બીજી પત્ની છે. સૈફને કરીનાથી બે બાળકો છે, તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન. તેમના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. સૈફને પણ તેના પહેલા લગ્નથી બે બાળકો છે – સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.

આ ફિલ્મમાં સૈફ જોવા મળશે

સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ‘દેવરા પાર્ટ 1’માં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. સૈફ અલી ખાન છેલ્લે ‘આદિપુરુષ’માં રાવણ તરીકે જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular