Friday, May 23, 2025
Google search engine
HomeNewsરાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 72 રનથી હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 72 રનથી હરાવ્યું

IPL 2023 ની ચોથી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમે 72 રનથી મોટી જીત મેળવી હતી. આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત ઓવરોમાં પાંચ વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટના નુકસાને 131 રન જ બનાવી શકી હતી. આમ આરઆરની ટીમને 72 રનથી મોટી જીત મળી હતી.

યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રને હરાવ્યું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 131 રન જ બનાવી શકી હતી. અંતે ટીમ માટે અબ્દુલ સમદ અને ઉમરાન મલિકે ઝડપી બેટિંગ કરીને પાર્ટીને લૂંટી લીધી હતી. ઉમરાને 8 બોલમાં 19 રન બનાવ્યા હતા. જ્યારે સમદે 18 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular