Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે કાર્યભાળ સંભાળ્યો

રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે કાર્યભાળ સંભાળ્યો

ગુજરાત રાજ્યના હાલ મુખ્ય સચિવ IAS પંકાજકુમારની ટર્મ આજે પૂરી થતાં તેમના સ્થાને રાજ્યના મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારે ચાર્જ સંભાળ્યો છે.31 જાન્યુઆરીથી આઇએએસ રાજકુમારે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. 1987 બેચના આઇએએસ રાજકુમાર મૂળ ઉત્તરપ્રદેશના બદાયુના વતની છે.

તેમણે પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ IIT કાનપુરથી કરેલો છે. તેઓ વર્ષ 2015 માં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હતા જ્યાંથી તેઓ વર્ષ 2021 માં દિલ્હીથી પરત આવી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા હતા. આ અગાઉ તેઓ ગુજરાતમાં કૃષિ અને પુરવઠા વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular