Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalકેજરીવાલે LGને સોંપ્યું રાજીનામું, આતિશી બનશે દિલ્હીના નવા CM

કેજરીવાલે LGને સોંપ્યું રાજીનામું, આતિશી બનશે દિલ્હીના નવા CM

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આખરે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કેજરીવાલ પોતાના મંત્રીઓ અને નવનિયુક્ત મુખ્યમંત્રી આતિશી સાથે એલ.જી.ની ઓફિસ પહોંચ્યાં હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને કેજરીવાલે રાજીનામું સોંપ્યું હતું. કેજરીવાલના રાજીનામા સાથે જ આતિશી માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે.

આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે આતિશીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. તેઓ દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. તેમના પહેલા ભાજપમાંથી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular