Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNational35 વર્ષથી ચૂંટણી પ્રચાર કરું છું પણ મારા માટે પહેલી વાર કરીશ:...

35 વર્ષથી ચૂંટણી પ્રચાર કરું છું પણ મારા માટે પહેલી વાર કરીશ: પ્રિયંકા ગાંધી

કેરળ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન પ્રિયંકાની સાથે તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરતા સમયે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર પણ તેમની સાથે હતા. આ પહેલા પ્રિયંકાએ એક રોડ શો કર્યો હતો અને જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે લોકસભા બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. બંન્નેમાં જીત થતાં તેમણે વાયનાડની બેઠક ખાલી કરતા હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈને આ બેઠક ફરી હોટ સીટ બની ગઈ છે. ભાજપએ વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક. પૂર્ણ કર્યું છે. હાલ તેઓ કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહા સચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે. 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે 48 વિધાનસભા મતવિસ્તાર અને બે સંસદીય બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે આ પેટાચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થશે, જેમાં કેરળની 47 વિધાનસભા સીટ અને વાયનાડ લોકસભા સીટનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular