Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentપ્રિયંકા ચોપરાને ભારે પડી તલવારબાજી, ગરદન પર થઈ ઈજા

પ્રિયંકા ચોપરાને ભારે પડી તલવારબાજી, ગરદન પર થઈ ઈજા

અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે સેટ પર અકસ્માત થયો છે. તે ઓસ્ટ્રેલિયામાં આગામી હોલીવુડ ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તેની ગરદન પર ઊંડો કટ લાગ્યો છે. જોકે, સદ્નસીબે તે મોટી ઘાતથી બચી ગઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર ઈજાની તસવીર પણ શેર કરી, જેને જોઈને ચાહકો ચોંકી ગયા છે.

 

પ્રિયંકા ચોપરા પહેલા પણ ઘણી વખત શૂટિંગ દરમિયાન થયેલી ઈજાના નિશાન બતાવી ચૂકી છે, પરંતુ આ વખતે તેની ગરદન પર ખૂબ જ ઊંડો કટ છે. પરંતુ સારી વાત એ છે કે કોઈ ચિંતાની વાત નથી. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ઘાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

પ્રિયંકા ચોપરા ઓસ્ટ્રેલિયામાં ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મમાં સ્ટંટ સીન વખતે તેણીને ઈજા પહોંચી હતી. તલવારબાજી દરમિયાન તેના ગળાના ભાગ પર કટ થયો છે.આ ફિલ્મમાં તે કાર્લ અર્બન સાથે કામ કરી રહી છે.આ ફિલ્મ OTT પ્લેટફોર્મ તમે તેને પ્રાઇમ વીડિયો પર પર રિલીઝ થશે. જેનું દિગ્દર્શન ફ્રેન્ક ઇ ફ્લાવર્સનું છે.

આ ફિલ્મ સિવાય પ્રિયંકાજ્હોન સીના સાથે ફિલ્મ ‘હેડ ઓફ સ્ટેટ’માં કામ કરી રહી છે. તેમજ તેની પાસે ‘સિટાડેલ 2’ પણ છે. ચાહકો તેની બોલિવૂડ ફિલ્મની પણ રાહ જોઈ રહ્યા છે.તે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં જોવા મળવાની છે,જેમાં કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે, પરંતુ આ ફિલ્મ હાલમાં હોલ્ડ પર છે.

પ્રિયંકા ભલે ગમે તેટલી વ્યસ્ત હોય પણ તે તેના પરિવાર માટે સમય કાઢી લે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ઘણીવાર પુત્રી માલતી અને પતિ નિક જોનાસ સાથે વેકેશનના ફોટા શેર કરતી રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular