Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ફરી ચૂક

કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ફરી ચૂક

ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની કર્ણાટક મુલાકાત દરમિયાન શનિવારેના રોજ આ ભૂલ થઈ હતી. જ્યારે પીએમ મોદીની કાર દાવણગેરેથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક તેમની કાર પાસે પહોંચ્યો હતો. પીએમના રોડ શો દરમિયાન યુવક કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ તરત જ યુવકને પકડી લીધો હતો. યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ત્રણ મહિનામાં બીજી વખત પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી છે. જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં એક યુવક રેલી દરમિયાન પીએમ મોદીની નજીક ગયો હતો.

યુવક પીએમની કાર તરફ દોડ્યો હતો

કર્ણાટકમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આને ધ્યાનમાં રાખીને ભાજપે શનિવારે (25 માર્ચ) દાવણગેરેમાં ‘વિજય સંકલ્પ યાત્રા’ શરૂ કરી છે. વડાપ્રધાન મોદી ભાજપના પ્રચારના ભાગરૂપે કર્ણાટક પહોંચ્યા હતા અને દાવણગેરેમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, પરંતુ તે પહેલા તેમણે રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન અચાનક એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને પીએમ મોદીની કાર તરફ જવા લાગ્યો હતો. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ તેને કસ્ટડીમાં લીધો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular