Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalબ્રુનેઈ દારુસલામ પહોંચ્યા PM મોદી, ક્રાઉન પ્રિન્સે કર્યું ભવ્ય સ્વાગત

બ્રુનેઈ દારુસલામ પહોંચ્યા PM મોદી, ક્રાઉન પ્રિન્સે કર્યું ભવ્ય સ્વાગત

બ્રુનેઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ દારુસલામની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. જેમાં બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. બ્રુનેઈ પહોંચતા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે.બ્રુનેઈમાં પીએમ મોદી રાજધાની બંદર શેરી બેગાવાનની હોટેલમાં રોકાયા છે. ત્યાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આ યાત્રાને ખૂબ ખાસ માને છે. કારણ કે આ યાત્રા એવા સમય થઈ છે કે જયારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ બ્રુનેઈ અને સિંગાપોરને ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિક નીતિના તેમના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ‘અમે આ રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી આ ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.’વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ ટેક્નિક, આરોગ્ય સહયોગ, સંસ્કૃતિ તેમજ લોકો- સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular