Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratPM મોદીની રેલી સ્થળ નજીક ડ્રોન ઉડાવનાર 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા

PM મોદીની રેલી સ્થળ નજીક ડ્રોન ઉડાવનાર 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા

ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવલા ગામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સ્થળ નજીક કેમેરા સાથે ફીટ કરાયેલ ડ્રોન ઉડાડવાના આરોપમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. કુલ 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 5 ડિસેમ્બરે થશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો માટે એક રેલીને સંબોધી હતી. વડાપ્રધાનની રેલીને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે સુરક્ષાના કારણોસર રેલી સ્થળ નજીક ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

પોલીસ ઈન્સ્પેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે પોલીસે કેટલાક લોકો રેલી પહેલા રિમોટલી ઓપરેટેડ ડ્રોનનો ઉપયોગ કરીને ભીડના ફોટોગ્રાફ્સ લેતા જોયા હતા. તેણે કહ્યું કે આ ત્રણ સ્થાનિક લોકો પોતાના અંગત હેતુ માટે ભીડની તસવીરો ક્લિક કરી રહ્યા હતા. અમે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ કેસ નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ અહીં લગભગ ત્રણ દાયકાથી સત્તામાં છે, પરંતુ આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળે તેવી અપેક્ષા છે. આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં પોતાનું મેદાન મજબૂત કરવામાં વ્યસ્ત છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. બાદમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. AAP જેણે 2017ની ચૂંટણીમાં 29 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, તે પછી તેનું ખાતું પણ ખોલી શક્યું ન હતું. આ વખતે, AAP ભાજપને સત્તા પરથી હટાવવાની આશામાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular