Friday, August 15, 2025
Google search engine
HomeNewsNationalPM મોદી થોડીવારમાં દેશને સંબોધન કરશે

PM મોદી થોડીવારમાં દેશને સંબોધન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સંબોધન કરવાના છે. પીએમ આ દરમિયાન કોઈ મોટી જાહેરાત કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી તેમના સંબોધનમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાની જાહેરાત કરી શકે છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે, પરંતુ સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી. CAAનો મોટા પાયે વિરોધ થયો હતો, ત્યારબાદ તેને અટકાવી દેવામાં આવ્યો હતો.

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત નજીક આવી રહી છે ત્યારે દેશવાસીઓ માટે મોટા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં મોટી અને મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન CAA સિવાય અન્ય કોઈપણ મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે. આ સમાચાર આવ્યા બાદ અટકળોનું બજાર તેજ થઈ ગયું છે કે શું પીએમ મોદી કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.

ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશને આપેલા વચનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ગર્વ અને ખુશીની ક્ષણ છે. આઝાદી સમયે મહાત્મા ગાંધીજીએ દેશવાસીઓને જે વચન આપ્યું હતું કે જો બાંગ્લાદેશ, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં હિંદુઓને હેરાન કરવામાં આવે છે તો તેમને ભારતમાં લાવીને નાગરિકતા આપવાની જોગવાઈ હોવી જોઈએ. તેમણે કહ્યું, કેટલાક લોકો બાંગ્લાદેશી અને રોહિંગ્યાનું સમર્થન કરે છે પરંતુ CAAનો વિરોધ કરે છે.

નાગરિકતા સુધારો અધિનિયમ એક એવો કાયદો છે જે જો લાગુ કરવામાં આવે તો તે ત્રણ પડોશી મુસ્લિમ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવતા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે, જેઓ ડિસેમ્બર 2014 સુધી કોઈને કોઈ પ્રકારના ત્રાસનો ભોગ બન્યા છે. આ કાયદાનો સૌથી મહત્વનો ભાગ એ છે કે તેમાં બિન-મુસ્લિમ લઘુમતી – હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીનો સમાવેશ થાય છે. આનું કારણ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમો બહુમતીમાં છે અને અન્ય તમામ ધર્મના કારણે લઘુમતી શ્રેણીમાં આવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular