Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalPM મોદી આજે સંસદમાં ફિલ્મ 'સાબરમતી રિપોર્ટ' નીહાળશે

PM મોદી આજે સંસદમાં ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ નીહાળશે

નવી દિલ્હી: હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સોમવારે સંસદ સત્રનો પાંચમો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પીકર ઓમ બિરલા આજે સાંજે 4 વાગ્યે સંસદના બાલ યોગી ઓડિટોરિયમમાં ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ જોશે. વિક્રાંત મેસીની ફિલ્મ ધ ‘સાબરમતી રિપોર્ટ’ 15મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતનાં રમખાણો પર આધારિત છે.આ તરફ લોકસભામાં સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓએ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા હતા. હોબાળા બાદ બંને ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં લગભગ 15 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી. વિપક્ષના નેતાઓએ ત્યાં પણ હોબાળો મચાવ્યો હતો. જે બાદ અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા માટે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમ પહોંચશે. ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે શરૂ થશે. ફિલ્મ સાંજે 6.15 કલાકે પૂરી થશે. જો કે, બાદમાં વડાપ્રધાન મોદી ફિલ્મના કલાકારોને મળશે અને સાંજે 6.25 વાગ્યે ડિનર માટે જશે. આ પછી તેઓ સાંજે 7 વાગ્યે રવાના થશે.

વડાપ્રધાન મોદીએ ગોધરાકાંડને દર્શાવતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘સારું છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. આખરે, સત્ય હંમેશા બહાર આવશે.’‘સાબરમતી રિપોર્ટ’માં ફિલ્મમાં વિક્રાંત મેસીની સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં  છે. શરૂઆતમાં આ ફિલ્મ મે, 2024માં રિલિઝ કરવામાં આવવાની હતી. ત્યાર બાદ ઓગષ્ટ અને છેલ્લે હવે નવેમ્બર મહિનામાં રિલિઝ થઈ છે. જેમાં વિક્રાંસ મેસીની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular