Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentPM મોદીએ 'રોકી ભાઈ' અને ઋષભ શેટ્ટી સાથે કરી મુલાકાત

PM મોદીએ ‘રોકી ભાઈ’ અને ઋષભ શેટ્ટી સાથે કરી મુલાકાત

યશ કન્નડ સિનેમાના સૌથી મોટા નામોમાંનું એક છે. ‘KGF’ સાથે યશ દેશભરમાં ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું છે. પડદા પર તેના સ્ટાઇલિશ લુક અને ડેશિંગ પર્સનાલિટીના કારણે તે લોકોનો ફેવરિટ બની ગયો છે. ગયા વર્ષના અંતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાંતારા’ના સ્ટાર ઋષભ શેટ્ટીએ પણ કંઈક આવું જ કર્યું છે. રિષભ શેટ્ટીનો ચાર્મ પણ અકબંધ છે. બંને સ્ટાર્સ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ખરેખર, ‘ધ રોકિંગ સ્ટાર’ યશ અને રિષભ શેટ્ટીએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ બંને સાથે આ મીટિંગમાં દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પણ સામેલ થઈ હતી.

પીએમ મોદી સાઉથના સ્ટાર્સને મળ્યા

મળેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સન્સ અને સ્ટાર્ટઅપ જગતના લોકોને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ સિનેમાના પ્રખ્યાત દિવંગત અભિનેતા પુનીત રાજકુમારને પણ યાદ કર્યા હતા.

PM મોદીનું ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે મોટું નિવેદન

આ બેઠકમાં ‘KGF’ સ્ટાર યશ, ‘કાંતારા’ અભિનેતા ઋષભ શેટ્ટી અને દિવંગત અભિનેતા પુનિત રાજકુમારની પત્નીએ હાજરી આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મ કલાકારોને કહ્યું કે દક્ષિણના રાજ્યોના ફિલ્મ ઉદ્યોગે તેમના કામથી ભારતની સંસ્કૃતિ અને ઓળખને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. PM એ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કરીને દક્ષિણના રાજ્યોના પ્રયાસોની પ્રશંસા કરી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular