Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalPM મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલને 11મીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

PM મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલને 11મીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

PM મોદીની ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલની મુશ્કેલી વધી છે. જેમાં PM મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલને 11મીએ કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરી છે. કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિની અરજી આપતાં કોર્ટ નારાજ થઇ હતી. જેમાં કેજરીવાલ-સંજયસિંહ વારંવાર ગેરહાજર રહેતા હોવાથી હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફ એડવોકેટ અમિત નાયરે કોર્ટમાં બન્નેના વોરંટ કાઢવા માટે અરજી કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીએ કરેલા બદનક્ષીના કેસમાં હાજર થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવર્સિટીએ કરેલા બદનક્ષીના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સામે થયેલ બદનક્ષી કેસમાં રૂબરૂ કોર્ટમાં હાજર ન રહીને તેમના વકીલ તરફ્થી કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી મુકિત માટેની અરજી(એકઝમ્પ્શન અરજી) આપી હતી. પરંતુ વારંવાર બન્ને ગેરહાજર રહેતા હોવાથી મેટ્રોપોલીટન કોર્ટ નારાજ થઇ હતી.

બન્નેને 11મી ઓગષ્ટના રોજ હાજર રહેવા તાકીદ કરી

બીજી તરફ્ ફરિયાદી તરફ્ કેજરીવાલ અને સંજયસિંહનું વોરંટ કાઢવા અરજી કરી હતી. જો કે, ત્યારબાદ બન્નેના વકીલોએ આગામી મુદતે હાજર રહેશે તેવી બાંહેધરી આપી હતી. જેથી કોર્ટે વોરંટની અરજી પર કોઈ નિર્ણય લેવાના બદલે બન્નેને 11મી ઓગષ્ટના રોજ હાજર રહેવા તાકીદ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular