Wednesday, August 20, 2025
Google search engine
HomeNewsInternationalPM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર વાત કરી

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર વાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે પશ્ચિમ એશિયામાં મુશ્કેલ પરિસ્થિતિ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને લઈને વાત કરી. આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોની જાનહાની ગંભીર ચિંતાનો વિષય છે.

 

પીએમ મોદીએ કહ્યું કે તણાવ વધતો અટકાવવો, સતત માનવતાવાદી સહાય સુનિશ્ચિત કરવી અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના કરવી મહત્વપૂર્ણ છે. અમે બંનેએ ચાબહાર પોર્ટ સહિત અમારા દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular