Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsEntertainmentપરિણીતીને નેતા પતિ પર ઉભરાયો પ્રેમ, કરી આવી રીતે પ્રશંસા

પરિણીતીને નેતા પતિ પર ઉભરાયો પ્રેમ, કરી આવી રીતે પ્રશંસા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણીવાર તેના પતિ રાઘવ ચઢ્ઢાના વખાણ કરતી જોવા મળે છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. હવે પરિણીતીએ ગઈકાલે તેના પતિ રાઘવના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે રાઘવના ખૂબ વખાણ કર્યા છે. હકીકતમાં, રાઘવ ચઢ્ઢાએ ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા શિયાળુ સત્ર દરમિયાન એરપોર્ટ પર ખાદ્યપદાર્થોના ઊંચા ભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે મુસાફરોને ઊંચા ભાવે ખોરાક ખરીદવા માટે મજબૂર કરવાની વાત કરી હતી. રાઘવે આ મુદ્દા પર પોતાના મંતવ્યો મજબૂત રીતે વ્યક્ત કર્યા હતા. હવે તાજેતરમાં કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ કરવામાં આવ્યું છે.

ચા અને કોફી ઓછી કિંમતે ઉપલબ્ધ

આ કાફેમાં ખાવા-પીવાના ભાવ પ્રવાસીઓ માટે ઘણા ઓછા રાખવામાં આવ્યા છે. પરિણીતી ચોપરાએ હવે આ શરૂઆત અંગે એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે રાઘવના ખૂબ વખાણ પણ કર્યા છે. એક વીડિયો શેર કરતા પરિણીતીએ લખ્યું,’મને તારા પર ખૂબ ગર્વ છે. તમે લોકોના સાચા નેતા છો અને વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા સક્ષમ છો. એરપોર્ટ પર મળતા મોંઘા ખોરાક અને પીણાંના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમારા અવાજે આ આખા મુદ્દાને જન્મ આપ્યો અને હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. એરપોર્ટ પર સસ્તા ખોરાક અને પીણાં પણ ઉપલબ્ધ છે.’

હવે એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા મળે છે

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં શિયાળુ સત્ર દરમિયાન રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર વેચાતી મોંઘી વસ્તુઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે નામનું રેસ્ટોરન્ટ શરૂ થયું છે. આ કાફેમાં 10 રૂપિયામાં ચા, 10 રૂપિયામાં પાણીની બોટલ અને 20 રૂપિયામાં સમોસા અને કોફી પીરસવાનું શરૂ થયું છે. એરપોર્ટ પર ઉપલબ્ધ ખાવા-પીવાના આ સૌથી ઓછા દર છે. ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુ કિંજરાપુએ પણ આ અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,’જ્યારથી મેં પદ સંભાળ્યું છે, ત્યારથી મારો ઉદ્દેશ્ય સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરી સુલભ બનાવવાનો રહ્યો છે. હવે કોલકાતા એરપોર્ટથી સસ્તા ભાવે ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા શરૂ થઈ રહી છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular