Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરવા આપ્યા આદેશ

ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરવા આપ્યા આદેશ

ગુજરાતના અરવલ્લીમાં અતિભારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરવા આદેશ કરાયા છે. જેમાં જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે. ખેતરો જળબંબાકાર થઈ જવાથી ખરીફ વાવેતરને વ્યાપક નુકસાન થયુ છે. અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં ગત અઠવાડિયે ભારે વરસાદ થતાં ખરીફ વાવેતરને, ખેતીની જમીન, રસ્તાઓ સહિતને નુકસાન થયુ છે. ત્યારે જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરવાના આદેશ કરાયા છે. જિલ્લા પ્રભારીએ અધિકારીઓ સાથે બેઠક કરી નુકસાનનો સર્વે કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી જરૂરી સેવાઓ પૂરી પાડવા સૂચનો કરવામાં આવ્યા હતા. અનેક તાલુકામાં અતિભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ જવાથી ખરીફ વાવેતરને વ્યાપક નુકસાન થયુ છે. પાણીના પ્રવાહને કારણે ખેતરો ધોવાતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે.

જિલ્લામાં અનેક જગ્યાએ કાચા મકાન પડી ગયાનું પણ સામે આવ્યુ

જિલ્લામાં અનેક જગ્યાએ કાચા મકાન પડી ગયાનું પણ સામે આવ્યુ છે. ત્યારે જિલ્લા પ્રભારી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા છે. બે દિવસ સુધી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત સ્થિતિમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ, આરોગ્ય સેવાઓ, રોડ-રસ્તાઓ, શિક્ષણ વિભાગ, સિંચાઈ જેવા મુખ્ય અને તાલુકા સ્તરે થયેલ નુકસાનનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા કરી જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. પૂરની સ્થિતિમાં તાલુકાઓમાં અમુક કાચાં મકાનો પડી ગયાં છે તે માટે જરૂરી કાર્યવાહી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચે તેવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યુ હતુ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular