Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsGujaratગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શહેર પોલીસે યોજ્યા અનોખા કાર્યક્રમ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શહેર પોલીસે યોજ્યા અનોખા કાર્યક્રમ

અમદાવાદ : ભારત દેશના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘કોમ્યુનિટી હાર્મની ‘.. રંગ છે એકતાનો.. મુસ્કાન માટે રક્તદાન.. થેલેસેમીયા મેજર બાળકો માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરના પોલીસ મીની હેડ કવાર્ટર માં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોમતીપુર, રખિયાલ સહિત શહેરના નાગરિકો, વેપારી સંગઠનો, પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

ગોમતીનુરના મીની પોલીસ હેડક્વાર્ટરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ઈન્સાસ તેમજ અન્ય રાઈફલ્સ, પિસ્ટલ, ટીયર ગેસ સહિત શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસ વિભાગ કેવા હથિયારો સાથે સજ્જ થઈ ગુનાહિત પ્રવૃત્તિ, રમખાણો, અસામાજિક પ્રવૃત્તિઓને ડામે છે એ નિદર્શન કરવા શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસ વિભાગના અશ્વદળમાં સામેલ અશ્વ શો તેમજ શ્વાન દળની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. તાલીમ આપેલા અશ્વો અને ડોગ પણ પોલીસ વિભાગની કામગીરીમાં મદદરૂપ થાય છે.

શહેરીજનોમાં ટ્રાફિકની અવેરનેસ આવે એ માટે બેનર્સ, બેરિકેડ, હેલ્મેટ સહિત અનેક ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. નવા યુગમાં સાઈબર ક્રાઈમ સતત વધતો જાય છે. જેને ધ્યાનમાં રાખી સાઈબર ગઠીયાઓથી લોકોએ કેવી રીતે સાવધ રહેવુ એ બાબતોનું નિદર્શન પણ કરવામાં આવ્યુ હતું. ગંભીર સમજણ મનોરંજન દ્વારા લોકોને સમજાય એ માટે પપેટ શો પણ કરવામાં આવ્યો હતો. હેલ્પલાઈનોના તેમજ પોલીસની બોડીવોર્ન કેમેરા સાથેની કામગીરીના બેનર્સ મુકવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર ઝોન 5 હેડ કવાર્ટરના આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular