Sunday, July 6, 2025
Google search engine
HomeNewsNationalનોવાક જોકોવિકે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને ઈતિહાસ રચ્યો

નોવાક જોકોવિકે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને ઈતિહાસ રચ્યો

સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિકે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી લીધો છે. તેણે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. આ રીતે નોવાક જોકોવિચે સ્પેનના રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. રાફેલ નડાલે પણ 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે.

ગ્રીસના સિટપિટાસને સીધા સેટમાં હરાવ્યો

સર્બિયન ખેલાડી નોવાક જોકોવિકે ફાઈનલ મેચમાં ગ્રીસના સિટપિટાસને હરાવ્યો હતો. તેણે સીધા સેટમાં 6-3, 7-6, 7-6થી મેચ જીતી લીધી હતી. આ રીતે નોવાક જોકોવિકે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. આ સાથે જ આ યાદીમાં તેણે સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. આ સિવાય નોવાક જોકોવિક ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતીને વિશ્વનો નંબર વન ખેલાડી બની ગયો છે.

નોવાક જોકોવિક ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો ભાગ નહોતો

જણાવી દઈએ કે 2021ના ચેમ્પિયન નોવાક જોકોવિક કોવિડ પ્રોટોકોલના કારણે વર્ષ-2022ની સીઝનમાં રમી શક્યા ન હતા. ટૂર્નામેન્ટના આયોજકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે રસીકરણ ફરજિયાત બનાવ્યું હતું, જ્યારે નોવાક તેની રસીકરણ સંબંધિત માહિતી સાર્વજનિક કરવા માંગતો ન હતો. બીજી તરફ આ મેચની વાત કરીએ તો ચોથા ક્રમાંકિત નોવાક જોકોવિચે ગ્રીસના સિત્સિપાસને સીધા સેટમાં હરાવ્યો હતો. જોકોવિચે પ્રથમ સેટ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. જે બાદ સર્બિયન સ્ટારને બીજો અને ત્રીજો સેટ જીતવા માટે ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. આ બંને સેટ ટાઈબ્રેકરમાં ગયા, જોકોવિચે બીજો સેટ 7 (7)-6 (4)થી જીત્યો. જે બાદ ત્રીજો સેટ 7(7)-6(5)થી જીત્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular