Friday, July 25, 2025
Google search engine
HomeNewsInternational'ભણવું નહીં, બોમ્બ ફેંકવું એ મોટી પ્રતિભા છે' : તાલિબાન શિક્ષણ પ્રધાન

‘ભણવું નહીં, બોમ્બ ફેંકવું એ મોટી પ્રતિભા છે’ : તાલિબાન શિક્ષણ પ્રધાન

તાલિબાને છોકરીઓને ઉચ્ચ શિક્ષણ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થયા છે. તાલિબાન કોલેજ જતા છોકરાઓએ પણ તેમના વર્ગોનો બહિષ્કાર કર્યો છે. તાલિબાનના શિક્ષણ મંત્રી નિદા મોહમ્મદ નદીમે અફઘાન ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે છોકરીઓનું શિક્ષણ ઈસ્લામ અને અફઘાન મૂલ્યોની વિરુદ્ધ છે. તાજેતરની એક મીટિંગમાં તેણે કહ્યું હતું કે તાલિબાન લડવૈયાની યોગ્યતા તે કેટલો શિક્ષિત છે તેના પરથી ન માપવી જોઈએ, પરંતુ તેણે કેટલા બોમ્બ ફેંક્યા છે તેના પરથી માપવું જોઈએ.

તાલિબાન 20 વર્ષ પાછળ ચાલ્યા ગયા

તાલિબાનના આ નિર્ણયથી અફઘાનિસ્તાન લગભગ 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. તાલિબાનના આ નિર્ણયની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. મુસ્લિમ દેશો પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, શિક્ષણ મંત્રી નિદા મોહમ્મદ નદીમે સ્પષ્ટ કર્યું છે કે તાલિબાન આ નિર્ણય પાછો ખેંચશે નહીં. તેણે કહ્યું, ‘તમે ભલે એટમ બોમ્બ ફેંકી દો, પણ તાલિબાન આ નિર્ણયનો અમલ કરશે.’

કોણ છે નિદા મોહમ્મદ નદીમ

નિદા તાલિબાન સૈન્યનો કમાન્ડર પણ રહી ચૂક્યો છે. તે બહુ ભણેલા નથી. 2001માં જ્યારે અમેરિકાએ તાલિબાનને સત્તા પરથી હટાવીને શિક્ષણ નીતિમાં સુધારો કર્યો ત્યારે નદીમે તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. આ પછી તેણે ઘણી મદરેસા ખોલી હતી. આ પછી તે તાલિબાનમાં જોડાઈ ગયો હતો. નદીમને તાલિબાનના સર્વોચ્ચ નેતા હૈબતુલ્લાહ અખુન્દઝાદાનો ખાસ માનવામાં આવે છે. ગયા વર્ષે જ્યારે તાલિબાન સત્તા પર પાછા ફર્યા ત્યારે નદીમને નાંગરહાર પ્રદેશનો ગવર્નર બનાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાંગરહાર પ્રાંતના ગવર્નર બન્યા બાદ નદીમે તાલિબાન લડવૈયાઓને લોકોને મારવાનો આદેશ પણ આપ્યો હતો. નદીમનો આદેશ હતો કે જે કોઈ તાલિબાનનો વિરોધ કરે તેને મારી નાખો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular