Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentઅભિનેત્રી નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિસ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

અભિનેત્રી નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિસ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

મહાઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના ફ્રોડ કેસને કારણે બોલિવૂડની બે મોટી અભિનેત્રીઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં જ અભિનેત્રી નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિસ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં, સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, હવે નોરાની ફરિયાદ પર, આ કેસની સુનાવણી 25 માર્ચે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે.

અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં જ જેકલીન ફર્નાન્ડીઝ અને વિવિધ મીડિયા સંસ્થાઓ સામે દિલ્હી કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નોરાએ ફરિયાદમાં દાવો કર્યો છે કે 200 કરોડની છેતરપિંડી કેસમાં તેનું નામ બળજબરીથી લાવવામાં આવ્યું છે. તેને સુકેશ સાથે કોઈ લેવાદેવા નથી. નોરાએ કહ્યું કે તે સુકેશને તેની પત્ની લીના મારિયા પોસ દ્વારા જ ઓળખતી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular