Sunday, June 29, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત ચૂંટણીને લઈને મોટા સમાચાર, BTP-JDU વચ્ચે ગઠબંધન

ગુજરાત ચૂંટણીને લઈને મોટા સમાચાર, BTP-JDU વચ્ચે ગઠબંધન

ગાંધીનગર : હાલમાં ગુજરાત ચૂંટણીના રંગમાં રંગાયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે હવે ગુજરાત ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. હવે નીતિશ કુમાર ગુજરાતની ચૂંટણીમાં એન્ટ્રી કરવા માટે તૈયાર થઈ ગયા છે. બીટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બીટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બીટીપી ભેગા થઈને ચૂંટણી લડશે. આ વાતની માહિતી છોટુભાઈ વસાવા દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.

BTP - JDU
BTP – JDU

નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર માટે ઉતરશે મેદાનમાં
ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો મેદાનમાં ઉતરી ગઈ છે. તો સાથે સાથે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાત ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. હાલમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે.

બીટીપી દ્વારા ઉમેદવારોની એક યાદી જાહેર કરાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બીટીપી દ્વારા એક યાદી જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હવે તેઓ જેડીયુ સાથે મળીને ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ચૂંટણીમાં કેટલાક બીટીપીના ઉમેદવાર હશે, જ્યારે કેટલાક જેડીયુના સાથી મળીને ચૂંટણી લડશે. ત્યારે હવે લાગી રહ્યું છે કે આ વખતની વિધાસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular