Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentત્રણ પેઢીઓનું એકસાથે ક્રિસમસ લન્ચ, નીતુ કપૂરે બતાવી સેલિબ્રેશનની ઝલક

ત્રણ પેઢીઓનું એકસાથે ક્રિસમસ લન્ચ, નીતુ કપૂરે બતાવી સેલિબ્રેશનની ઝલક

મુંબઈ: કપૂર પરિવાર તેમના ક્રિસમસ સેલિબ્રેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ આ સેલિબ્રેશનની એક સુંદર તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સમગ્ર પરિવાર ફરી એકવાર ક્રિસમસ લંચ માટે ભેગો થયો હતો.નીતુ કપૂર અને નવ્યા નંદાએ બુધવારે 25 ડિસેમ્બરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઉજવણીની ઝલક શેર કરી હતી. આ સેલિબ્રેશનના કેટલાક વીડિયો પણ લાઈમલાઈટમાં છે, જેમાં આલિયા-રણબીર તેમની દીકરી રાહા સાથે જોવા મળી રહ્યા છે.

કપૂર પરિવારની ત્રણ પેઢીઓએ સાથે મળીને નાતાલની ઉજવણી કરી

નીતુ કપૂરે એક ગ્રુપ ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના કપૂર પરિવારની ત્રણ પેઢીઓ સાથે હસતાં હસતાં પોઝ આપતી જોવા મળે છે.તેણીએ કેપ્શનમાં લખ્યું છે કે,’ફેમિલી ક્રિસમસ સેલિબ્રેશન.’ તસવીરમાં રાહા તેની માતા આલિયા ભટ્ટના ખોળામાં છે. જ્યારે રણબીર કપૂર પણ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે. આ ખાસ દિવસે અગસ્ત્ય નંદા અને નવ્યા પણ જોવા મળ્યા હતા.રણધીર કપૂર અને બબીતા ​​નીતુ સાથે ક્રિસમસ લંચ પર સાથે જોવા મળ્યા હતા.આ તસવીર જોઈને લાગે કે એકદમ પર્ફેક્ટ ફેમિલ પિક્ચર છે.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

જો કે, કરીના કપૂર, સૈફ અલી ખાન અને તેમના બાળકો તૈમૂર અને જેહ તેમની રજાઓ પર દૂર હોવાથી ક્રિસમસ લંચમાં હાજર રહ્યા ન હતા. કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂર પણ આ સેલિબ્રેશનમાં નહોતા.આ પહેલા બુધવારે બપોરે રણબીર અને આલિયા રાહા સાથે કપૂર ફેમિલી લંચમાં જોવા મળ્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કામની વાત કરીએ તો રણબીર કપૂર સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ અને નિતેશ તિવારીની ‘રામાયણ’માં જોવા મળવાનો છે. આલિયા ભટ્ટ પણ રણબીર અને અભિનેતા વિકી કૌશલ સાથે ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્રઃ ભાગ 1 – શિવ’ પછી બંને બીજી વખત સાથે જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular