Friday, July 4, 2025
Google search engine
HomeNewsNationalમેડિકલ સ્ટાફ સાથે અન્યાય કરાતો હોવાનો પ્રિયંકાનો આક્ષેપ

મેડિકલ સ્ટાફ સાથે અન્યાય કરાતો હોવાનો પ્રિયંકાનો આક્ષેપ

લખનૌઃ કોરોના વાઇરસ સામે વિશ્વભરમાં જંગ ચાલી રહ્યો છે. આ સંકટ સમયે સીમિત સંસાધનો છતાં ડોક્ટર્સ દિવસરાત સારવારમાં લાગેલા છે, ત્યારે બાંદામાં નર્સો અને મેડિકલ સ્ટાફ દ્વારા વેતન અને સુરક્ષાનાં ઉપકરણોની માગને લઈને કામથી બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા વાડરાએ ડોક્ટરોની આ માગને સમર્થન કરતાં રાજ્યની યોગી સરકારની તીખી આલોચના કરી કરી હતી.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર વિડિયો શેર કર્યો

પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર વિડિયો શેર કર્યો હતો, જેના દ્વારા તેમણે યોગી સરકાર પર ડોક્ટરોની સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે આ સમયે મેડિકલ સ્ટાફને સૌથી વધુ સહયોગની જરૂર છે, જે જીવનદાતા છઝે અને યોદ્ધાની જેમ મેદાનમાં છે, પણ બાંદામાં નર્સો અને મેડિકલ સ્ટાફને સુરક્ષા ઉપકરણો ન આપીને  અને તેમને સેલરી કાપીને તેમની સાથે બહુ મોટો અન્યાય કરવામાં આવ્યો છે.

યોગી સરકાર નિશાના પર

કોંગ્રેસ મહા સચિવે આના માટે યોગી સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે હું યુપી સરકારને અપીલ કરું છું કે આ સમયે યોદ્ધાઓની સાથે અન્યાય કરવાનો નહીં, બલકે તેમની વાત સાંભળવાનો છે. પ્રિયંકાએ જે વિડિયો શેર કર્યો છે, એમાં એક મહિલા ડોક્ટર બાંદા રાજકીય મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટાફ સાથે કાકર્ય બહિષ્કાર વિશે વાત કરી રહી છે. ડોક્ટર જણાવી રહ્યાં છે કે એ લોકોની આઇસોલેશન વોર્ડમાં ડ્યુટી લગાડવામાં આવી છે, પણ તેમને કોઈ સુરક્ષિત કિટ, માસ્ક અથવા સેનેટાઇઝર આપવામાં નથી આવ્યા. આટલું જ નહીં, આ મહિને તેમનો પગાર પણ કાપવામાં આવ્યો છે.

નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી

ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે આ વિશે કોલેજ વહીવટી તંત્ર સાથે વાત કરવા કોશિશ કરી ત્યારે તેમને ધુત્કારીને કાઢી મૂકવામાં આવ્યા. કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે યોગી સરકારનો આદેશ છે કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular