Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalUPમાં જનસંખ્યા નિયંત્રણ પર યોગી સરકારની નવી ફોર્મ્યુલા

UPમાં જનસંખ્યા નિયંત્રણ પર યોગી સરકારની નવી ફોર્મ્યુલા

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વસતિ નિયંત્રણના લક્ષ્યોને પૂરાં કરવા માટે યોગી સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. યુપી રાજ્ય કાનૂન પંચે એના જોડાયેલો પ્રસ્તાવનો પહેલો ડ્રાફ્ટ રિલીઝ કરી દીધો છે. જનતા પાસે 19 જુલાઈ સુધી અભિપ્રાય માગવામાં આવ્યો છે. આ વિધેયકમાં બે અથવા બેથી ઓછાં બાળકોવાળા પરિવારને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે અને બે બાળકોના નિયમનું ઉલ્લંઘન કરવા પર સરકારી સુવિધાઓને ખતમ કરવા વિશે જણાવવામાં આવ્યું છે.

આ કાયદાને ઉત્તર પ્રદેશ જનસંખ્યા (નિયંત્રણ), સ્થાયીકરણ અને કલ્યાણ) કાનૂન, 2021 નામ આપવામાં આવ્યું છે અને એ યુપીમાં લાગુ થશે. એ કાનૂન ગેઝેટમાં પબ્લિકેશનના એક વર્ષ પછી લાગુ થઈ જશે. આ ડ્રાફ્ટ બિલ મુજબ બે બાળકોની નીતિનું ઉલ્લંઘન કરવાવાળાઓ પાસેથી સરકારી યોજનાઓ હેઠળ મળનારા લાભ છીનવી લેવામાં આવશે અને તેમનાં રેશન-કાર્ડ પણ ચાર લોકો સુધી સીમિત કરી દેવામાં આવશે.

આટલું જ નહીં, નિયમ તોડનારા લોકોને સ્થાનિક ચૂંટણી લડવા, સરકારી નોકરીમાં અરજી કરવા અને પહેલેથી સરકારી નોકરી કરી રહેલા લોકોના પ્રમોશન પર અટકાવી દેવામાં આવશે. આ સિવાય આ નિયમ માનનારા સરકારી સેવામાં કાર્યરત લોકોને સંપૂર્ણ સર્વિસ દરમ્યાન બે વધારાના ઇન્ક્રિમેન્ટ્સ, પ્લોટ અથવા ઘર ખરીદવામાં સબસિડી, નેશનલ પેન્શન સ્કીમ હેઠળ ઈપીએફમાં ત્રણ ટકાનો વધારો અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

આ ઉપરાંત જે પરિવારોમાં માત્ર એક બાળક પેદા કરવા પર ભાર મૂકવામાં આવશે, ત્યેં પણ સરકારી કર્મચારીને બે વધારાના ઇન્ક્રિમેન્ટ્સ મળશે. તેમને મફત આરોગ્ય સેવા આપવામાં આવશે.આ સિવાય બાળકને 20 વર્ષની ઉંમર સુધી વીમા કવચ આપવામાં આવશે. આવાં બાળકોને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ વિધેયક એ કપલને લાભ આપશે, જે બાળકો પછી પોતાની મરજીથી નસબંધી કરાવશે. આ કાયદો લાગુ કરવાની સાથે એક રાજ્ય જનસંખ્યા ફંડ પણ તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા બધા લાભ નીતિનું પાલન કરતા લોકોને પહોંચાડવામાં આવશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular