Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalઇસરોના ત્રીજા મૂન મિશન પર વિશ્વઆખાની નજર

ઇસરોના ત્રીજા મૂન મિશન પર વિશ્વઆખાની નજર

નવી દિલ્હીઃ દેશનું ત્રીજું મૂન મિશન આશરે 40 દિવસોની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડિંગ કરશે. ચંદ્ર મિશન 2019ના ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. ચંદ્રયાન-2 મિશન દરમ્યાન અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમ પથ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ નહોતું થયું. જો આ વખતે આ મિશનમાં સફળતા મળશે તો ભારત એવી સફળતા હાંસલ કરીને અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે. ચંદ્રયાન-3 પર વિશ્વઆખાની નજર છે.

ચંદ્રયાન-3 લોન્ચિંગ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. એ દરેક ભારતીયના સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓની ઊંચી ઉડાન ભરે છે. આ અમારા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.

ચંદ્રયાન-3 મિશન અંગે મહત્ત્વની માહિતી

  • ચંદ્રયાન-3 પહેલી પરીક્ષામાં પાસ થયું છે, કેમ કે એના લોન્ચિંગ પછી આશરે 179 કિમીની ઊંચાઈ પર ચંદ્રયાન-3 રોકેટથી અલગ થઈ ગયું છે.
  • 16 મિનિટ પછી ચંદ્રયાન-3ને રોકેટે ઓર્બિટમાં સ્થાપિત કર્યું છે.
  • ચંદ્રયાન-3એ ચંદ્રમા તરફની યાત્રા શરૂ કરી દીધી છે.
  • ચંદ્રયાનનું વજન આશરે 3900 કિલોગ્રામ છે
  • ચંદ્રયાન-3 એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડ્યુલથી લેસ છે
  • ચંદ્રયાન-3ના લોન્ચ થયા પછી બુસ્ટર અને પેલોડને રોકેટથી અલગ કરી દીધું છે.
  • ચંદ્રયાન-3 ત્રીજા અને અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને હવે ક્રાયોજેનિક એન્જિન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે.
  • ચંદ્રયાન-3નો કુલ ખર્ચ રૂ. 615 કરોડ થયો છે.
  • આ મૂન મિશન 42 દિવસની યાત્રા પછી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડ કરશે.
  • ચંદ્રયાન-3 ધરતીથી ચંદ્રની 3.84 લાખ કિલોમીટરનું અંતર 40 દિવસોમાં કાપશે. એ દરમ્યાન રોકેટ 36,000 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી ચાલશે.

ચંદ્રયાન-3 મિશન કેમ ખાસ?

ચંદ્રયાન મિશન દ્વારા ઇસરો ચંદ્ર પર થતી ઘટનાઓ અને રસાયણો માલૂમ કરશે. ઇસરોએ આ મિશન 2008માં શરૂ કર્યું હતું. આ મિશન શરૂ થયા પછી 312 દિવસ પછી ચંદ્રયાનથી ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના વડાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-1એ એનું 95 ટકા કામ પૂરું કર્યું હતું. ત્યાર બાદ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન આંશિક રૂપે સફળ થયું હતું. જોકે આ મિશન સફળ થશે તો ભારત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સફળ રૂપે ઊતરનાર પહેલો દેશ બની જશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular