Friday, July 25, 2025
Google search engine
HomeNewsNationalહવાઇ યાત્રા હવે મધ્મય વર્ગની પહોંચની બહાર?

હવાઇ યાત્રા હવે મધ્મય વર્ગની પહોંચની બહાર?

નવી દિલ્હીઃ લોકડાઉન ખૂલ્યા પછી તમારે મોંઘવારીનો સામનો કરવો પડે એવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે હવાઈ ભાડું અનેક ગણું વધી જશે. એરલાઇન્સ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવા માટે એક તૃતીયાંશ ઓક્યુપેન્સી સાથે ઉડાન ભરશે, જેથી તમારે હવાઈ પ્રવાસ પહેલાંની તુલનાએ ત્રણ ગણો વધુ ખર્ચ કરવો પડે એવી શક્યતા છે.

બેઠકોની વ્યવસ્થા બદલાશે

એવિયેશન ઓથોરિટીઝ એક એવા વિકલ્પની સાથે ઉડાનો રિસ્ટાર્ટ પર વિચારક કરી રહી છે, જેમાં ત્રણ પેસેન્જર્સની રોમાં માત્ર એક પ્રવાસી બેસશે અને બીજો પ્રવાસી તેની પાછળની સીટ પર ખૂણામાં બેસશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખી શકાય. અંદર એવી વ્યવસ્થા કરવામાં આવશે કે જો 180  સીટોના કેરિયરમાં માત્ર 60 પેસેન્જર્સ પ્રવાસ કરી શકશે.આવામાં ક્ષમતાના નુકસાનને સરભર કરવા માટે એરલાઇન્સ દોઢ ગણાથી ત્રણ ગણું વધુ ભાડું વસૂલ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ધીરે-ધીરે નિયમોમાં ઢીલ અપાશે

સીટની પહોળાઈને જોતાં એક જ રોમાં બે પેસેન્જર્સની વચ્ચેની મિડલ બર્થને ખાલી રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો ઉદ્દેશ પૂરો નહીં થઈ શકે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. દેશમાં જેમ-જેમ કોરોના સંક્રમણ ઘટતું જશે, એમ  દેશમાં ધીમે-ધીમે નિયમોમાં ઢીલ આપવામાં આવશે.

1.5 મીટરનું અંતર રાખવાનો વિચાર

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) એક ફ્લાઇટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને સરકાર દ્વારા લોકડાઉન પછી  ઓપરેશન્સ શરૂ કરવાની જાહેરાત પછી લાગુ કરવામાં આવશે. રેગ્યુલેટર એરપોર્ટ પર પેસેન્સજર્સ  માટે 1.5 મીટરનું અંતર રાખવા માટે પોઇન્ટ્સ બનાવશે. આ નિશાન એન્ટ્રી ગેટથી શરૂ થશે અને ઇમિગ્રેશનથી લઈને બોર્ડિંગ ગેટ સુધી રાખવામાં આવશે.

પ્રારંભમાં પ્રવાસીઓ ઓછા હોવા જવાની ધારણા

લોકડાઉન ખૂલ્યા પછી શરૂઆતનાં સપ્તાહમાં પ્રવાસીઓ ઓછા રહેવાની ધારણા છે. આવામાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય એરપોર્ટ્સ પર 1.5 મીટરનું અંતર રાખવા માટે મુશ્કેલી નહીં થાય, એમ એખ અધિકારીએ કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular