Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોને થઈ શકે ઈરફાન ખાન જેવું કોલનનું સંક્રમણ? જાણવું જરૂરી...

કોને થઈ શકે ઈરફાન ખાન જેવું કોલનનું સંક્રમણ? જાણવું જરૂરી…

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ એક્ટર રહેલા ઈરફાન ખાનનું લાંબો સમય સુધી બીમાર રહ્યા બાદ નિધન થયું છે. તેમને એક એવું સંક્રમણ થયું હતું કે જેની સારવાર માટે ડોક્ટર્સ સતત પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ અંતમાં તે ઈરફાન ખાનને ન બચાવી શક્યા. હકીકતમાં ઈરાફન ખાનના કોલન (મોટા આંતરડા)માં સંક્રમણ થયું હતું. આ સ્થિતિ કોલન કેન્સરથી ખૂબ અલગ હોય છે પરંતુ આ કોલન કેન્સરનું કારણ પણ બની શકે છે. આના કારણે જીવ જવાનું સંકટ પણ રહેતું હોય છે અને કેટલાક એવા લોકો પણ હોય છે કે જે કોલનના સંક્રમણની ઝપટમાં ખૂબ સરળતાથી આવી શકે છે. ત્યારે આવો જાણીએ કે, એવા કયા કારણો છે કે જેના કારણે કેટલાક લોકો કોલન સંક્રમણની ઝપેટમાં આવી શકે છે. કોલન સંક્રમણ કોઈપણ વ્યક્તિને સરળતાથી થઈ શકે છે. આ કોલાઈટીસ અંતર્ગત આવે છે કે જે કોલન સાથે જોડાયેલી કેટલાય પ્રકારની બીમારીઓને પરિભાષિત કરે છે. અલ્સરેટિવ ડિસીઝ પણ આનો જ ભાગ હોય છે કે જે ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ સાથે સંબંધિત છે. તો કોલાઈટિસ એવી મેડિકલ કન્ડીશન છે કે જેના અંતર્ગત કોલનમાં સોજો, કોલન ઈન્ફેક્શન, કોલનમાં લોહી પર્યાપ્ત માત્રામાં ન પહોંચી શકવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. નેશનલ સેન્ટર ફોર બાયો ટેક્નોલોજી ઈન્ફોર્મેશન દ્વારા કોલન ઈન્ફેક્શનનું પ્રાથમિક કારણ કોઈ દૂષિત ભોજન અથવા તો પછી પાણીનું સેવન કરવું માનવામાં આવે છે. લાંબા સમય સુધી દૂષિત ભોજન અથવા તો પાણીનું સેવન કોલન સંક્રમણનું કારણ બની શકે છે. આ ખાનપાનથી ખૂબ નજીકનો સંબંધ રાખે છે એટલા માટે ખાવા પીવા પર વધારે ધ્યાન આપવું જોઈએ.

ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝથી જે લોકો પીડાય છે તેમને કોલનના સંક્રમણનું સંકટ સૌથી વધારે રહે છે. સીધી ભાષામાં સમજીએ તો પેટ સાથે જોડાયેલી કેટલાય પ્રકારની સમસ્યાઓ આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઈન્ફ્લમેટરી બોવેલ ડિસીઝ ક્યારેક લોકોને કોલન સંક્રમણનો શિકાર બનાવી શકે છે. આના અન્ય કેટલાય રિસ્ક ફેક્ટર છે કે જેના વિશે જાણવું ખૂબ જરુરી બની જાય છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર, કોલન સંક્રમણનું સંકટ સૌથી વધારે એ લોકોને થાય છે કે જે ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝથી પીડિત હોય છે. ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝનું મુખ્ય કારણ ડિફેક્ટિવ ઈમ્યૂન સિસ્ટમને માનવામાં આવે છે. હકીકતમાં એક મજબૂત ઈમ્યૂન સિસ્ટમ એન્ટીબોડીઝ જેવા કે વાયરસ બેક્ટેરિયાથી આપણા શરીરને બચાે છે. તો ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝમાં ઈમ્યુન સિસ્ટમને સારી રીતે રિસ્પોન્સ નથી કરતી અને જેના કારણે કોલનમાં સોજો આવી જાય છે. ધીમે-ધીમે આ સ્થિતિ વધતી જાય છે કે જે કોલન સંક્રમણનું સ્વરુપ ધારણ કરી લે છે. આ સાથે જ ફેમિલી હિસ્ટ્રી પણ આમાં ખૂબ મહત્વ ધરાવે છે. આનો અર્થ એ છે કે જો આપના પરિવારમાં કોઈને ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ છે તો એ વાતની વધારે આશંકા છે કે, જેમના શરીરમાં ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરતી ન હોય અને તેના કારણે ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝની ઝપટમાં આવી જાય એવી વ્યક્તિને કોલનનું સંક્રમણ થઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular