Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsNationalશાબાશઃ સરકારી વિભાગોમાં 3000થી વધુ નકલી કર્મચારીઓ

શાબાશઃ સરકારી વિભાગોમાં 3000થી વધુ નકલી કર્મચારીઓ

નવી દિલ્હીઃ મિઝોરમના સરકારી વિભાગમાં આશરે 3365 કર્મચારીઓએ પોતાના સ્થાનો પર અન્ય લોકોને કામે રાખ્યા છે, જે વિવિધ વિભાગોમાં કામ કરે છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં આ પ્રકારની છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે.

મિઝોરમના વિવિધ વિભાગો દ્વારા સરકારને સોંપવામાં આવેલા રિપોર્ટમાં આ અનિયમિતાતાનો ખુલાસો થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા સંભાળ્યા પછી મુખ્ય મંત્રી લાલદુહોમાના નેતૃત્વવાળી જોરમ પીપલ્સ મુવમેન્ટ (ZPM) સરકારે કર્મચારીઓ વિશે માહિતી માહી હતી ને જાન્યુઆરી સુધી રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સ્કૂલના શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 1115, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 624 અને વીજ વિભાગમાં 253 લોકો મૂળ કર્મચારીઓની જગ્યાએ કામ કરી રહ્યા છે. રાજ્યમાં સરકારના આશરે 50,000 કર્મચારીઓ છે.

રાજ્યમાં જે લોકોએ હંગામી કર્મચારીઓને કામ પર રાખ્યા હતા, તેમાંથી 2070 સરકારીએ જણાવ્યું હતું કે તેમણે આરોગ્યનાં કારણોસર આવું કરવું પડ્યું હતું, જ્યારે 703 ઘરેલુ સમસ્યાઓનો હવાલો આપ્યો હતો. પ્રોક્સીનું કામ પર રાખવા માટે કર્મચારી દ્વારા અપાયેલા કારણોમાં ક્વાર્ટરોની ખેંચ, એ ગામોમાં દુર્ગમતા, સ્થાનિક ભાષાની સમસ્યાઓ સામેલ હતી.રાજ્યના મુખ્ય મંત્રીઓએ હાલમાં કહ્યું હતું કે રાજ્ય કેબિનેટ સરકારી કર્મચારીઓ દ્વારા હંગામી લોકોને કામ પર રાખવાના કેસો પર વિચાર કરશે અને અંતિમ નિર્ણય લેશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular