Thursday, August 7, 2025
Google search engine
HomeNewsNationalહિજાબ પહેરવો અનિવાર્ય ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક હાઇકોર્ટ

હિજાબ પહેરવો અનિવાર્ય ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક હાઇકોર્ટ

બેંગલુરુઃ કર્ણાટક હાઇકોર્ટે હિજાબ વિવાદ પર ચુકાદો આપતાં કહ્યું હતું કે હિજાબ પહેરવો એ ઇસ્લામમાં ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. કોર્ટે હિજાબ પર પાબંદી કાયમ રાખી છે. હાઇકોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે યુનિફોર્મ પહેરવાથી વિદ્યાર્થી ઇનકાર ના કરી શકે. આ સાથે હાઇકોર્ટે મુસ્લિમ યુવતીઓની એ રિટ અરજી ફગાવી દીધી છે, જેમાં કોલેજોમાં હિજાબ પહેરવાની માગ કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હિજાબ પહરવો અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.

હાઇકોર્ટે એક ડઝન મુસ્લિમ વિદ્યાર્થીઓ સહિત અન્ય અરજીકર્તાઓને જણાવ્યું હતું કે હિજાબ પહેરવો એ બંધારણ અને ઇસ્લામની આવશ્યક પ્રથા હેઠળ એક મૌલિક અધિકારની ગેરન્ટી છે. આ સુનાવણીના 11 દિવસ પછી હાઇકોર્ટે 25 ફેબ્રુઆરીએ ચુકાદો અનામત રાખ્યો છે.

કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે સરકારે આદેશના ઉલ્લંઘન પર કોઈ કેસ નહીં નોંધવામાં આવે. હાઇકોર્ટે ગયા મહિને સુનાવણી પૂરી કરી લીધી છે. આ ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણ એમ. દીક્ષિત સામેલ છે.

આ પહેલાં આ કેસમાં સુનાવણી દરમ્યાન કર્ણાટક સરકાર દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે હિજાબ એક આવશ્યક ધાર્મિક પ્રથા નથી અને ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓને બહાર રાખવામાં આવે.

સરકારે પાંચ ફેબ્રુઆરીએ સ્કૂલો-કોલેજોમાં હિજાબ પહેરવા પર પાબીદી લગાવી દીધી હતી. એની સામે કર્ણાટકના કેટલાંય શહેરોમાં વિરોધ-પ્રદર્શન થયાં હતાં. એ પછી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે 10 ફેબ્રુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં બધા પ્રકારની વેશભૂષા પર હંગામી રૂપે પ્રતિબંધ લગાવી દીધો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular