Sunday, July 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોના-રોગચાળામાંથી પદાર્થપાઠ આપણે પૂર્ણપણે નથી શીખ્યાઃ નાયડુ

કોરોના-રોગચાળામાંથી પદાર્થપાઠ આપણે પૂર્ણપણે નથી શીખ્યાઃ નાયડુ

હૈદરાબાદઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળા દ્વારા શીખવાડવામાં આવેલો બોધપાઠ દરેક જણ શીખ્યો નથી, કેમ કે હજી પણ 50 ટકા લોકોએ કોરોનાની રસી લીધી નથી. આ રસી મોદી કે KCR માટે નહીં પણ આપણા પોતાની સુરક્ષા માટે છે,  એમ કહેતાં ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે લોકોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ અને કોરોનાની સામે રસી  લેવી જ જોઈએ.

તેમણે મલ્ટિ-સ્પેશિયલિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર- યોદા લાઇફલાઇનનું ઉદઘાટન કર્યા પછી એક જનસભાને સંબોધિત કરતાં આ વાત કરી હતી. શહેરમાં આ અત્યાધુનિક નિદાનની સુવિધાઓ સેટેલાઇટના માધ્યમથી સંપૂર્ણ રાજ્યમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ. આ નિદાનના પરીક્ષણો પર ભાર આપતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય પ્રશંસનીય છે.

દેશમાં અન્ય બિનચેપી રોગોના વધતા કેસો વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મેં અગાઉ દરેક મહેલૂલ વિભાગમાં એક મેડિકલ કોલેજનું સૂચન કર્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે પ્રધાન સલસાની શ્રીનિવાસ યાદવ, મોટા સ્ટાર ચિંરજીવ અને ક્રિકેટજગતના મોહમ્મદ અઝરુદ્દીન, પુલેલા ગોપીચંદ અને દ્રોણાવેલી હરિકા ઉપસ્થિત રહ્યા હતા.

યોદા લાઇફલાઇનના સંસ્થાપક CEO સુધાકર કાંચરલાએ કહ્યું હતું કે તેઓ બધા નિદાન અને ક્લિનિકલ સર્વિસિસ એક છત નીચે લાવવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. આગામી ચાર વર્ષોમાં આ ડાયગ્નોસ્ટિક સેન્ટરને વિશ્વ સ્તરીય સુવિધારૂપે વિકસિત કરવામાં આવશે અને વિદેશોમાં ઉપલબ્ધ દરેક નિદાનના પરીક્ષણ અહીં થઈ શકશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular