Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalશું કનિકા કપૂર સાચે જ બાથરૂમમાં છુપાઈ હતી?

શું કનિકા કપૂર સાચે જ બાથરૂમમાં છુપાઈ હતી?

 નવી દિલ્હીઃ બોલિવુડ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસગ્રસ્ત હોવાના અહેવાલ આવ્યા પછી આ સિંગર ન્યૂઝમાં છે. તે લંડનથી પરત ફરી એ પછી લખનૌમાં અનેક પાર્ટીઓમાં હાજર રહી હતી. જેથી તે આ રોગ પ્રત્યે બેજવાબદારી દાખવવા બદલ સોશિયલ મિડિયા પર તો ખૂબ ટ્રોલ પણ થઈ રહી છે. તેની સામે ચાર FIR  નોંધવામાં આવ્યા છે. તેની સામે IPCની કલમ 269  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોરોના વાઇરસની તપાસથી બચવા બાથરૂમમાં છુપાઈ ગઈ?

કનિકા કપૂરની યુઝર્સ ખૂબ આલોચના કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે ધ્યાન રાખવું જોઈએ અને વિદેશથી પરત ફર્યા પછી તેમણે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઈએ, જે તેમણે નહીં કર્યું- ઊલટાનું એવા સમાચાર આવી રહ્યા છે કે કનિકા કપૂર કોરોના વાઇરસની તપાસથી બચવા માટે બાથરૂમમાં છુપાઈ ગઈ હતી.

એરપોર્ટ પર લાપરવાહી

કનિકા કપૂરની એરપોર્ટ પર થયેલી તપાસના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં તેની લાપરવાહીની ટીકા કરવામાં આવી રહી છે. જોકે તેણે આ વિશે સ્પષ્ટતા પણ કરી હતી. તેણે બાથરૂમમાં છુપાવાની વાત પર સ્પષ્ટતા કરી હતી તેણે કહ્યું હતું કે આ સમાચાર ખોટા છે અને એરોપોર્ટ પર કોઈ પણ તપાસથી બચવું સંભવ નથી હોતું.

તેણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવાયેલાં પગલાંની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે તે સાત માર્ચે ભારત આવી હતી અને એ વખતે તેને કોઈ લક્ષણ નહોતાં.એરપોર્ટ પર પણ તેને ગ્રીન સિગ્નલ મળ્યું હતું.

કુમાર વિશ્વાસે પણ ટીકા કરી

સોશિયલ મિડિયા પર સિંગર બહુ ટ્રોલ થઈ રહી છે. કુમાર વિશ્વાસે પણ તેની ટીકા કરતાં કહ્યું હતું કે આવા અભણોનું શું કરીએ અને હદ તો ત્યારે થાય છે કે આ સેલિબ્રિટી કહેવાય છે. તેમને સામાજિક જવાબદારીનું જરાય ભાન નથી. તેમની સાતે અનેક સેલેબ્સે કનિકા કપૂરને ફટકાર લગાવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular