Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalઉત્તરાખંડમાં નમામિ ગંગે પ્રોજેક્ટ સ્થળે કામદારોને વીજળીનો કરંટ લાગ્યો; 15નાં કરૂણ મરણ

ઉત્તરાખંડમાં નમામિ ગંગે પ્રોજેક્ટ સ્થળે કામદારોને વીજળીનો કરંટ લાગ્યો; 15નાં કરૂણ મરણ

ચમોલીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક દુર્ઘટના થઈ છે. અલકનંદા નદીના કાંઠે નમામિ ગંગે સ્યૂઅર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ (ગંદા પાણીના નિકાલની યોજના)ના સ્થળે એક ટ્રાન્સફોર્મર ફાટ્યા બાદ બે ડઝન જેટલા કામદારોને વીજળીનો કરંટ લાગ્યો હતો. દુર્ઘટનામાં 15 જણના મરણ નિપજ્યા છે. તેમજ બીજાં અનેક ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(તસવીર સૌજન્યઃ ટ્વિટર)

ઉત્તરાખંડના પોલીસ વડા અશોકકુમારે કહ્યું કે પિપલકોટી ખાતેની આઉટપોસ્ટનો ચાર્જ સંભાળતા લોકોનો પણ મૃતકોમાં સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular