Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalછેલ્લાં છ વર્ષમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું UP: PM મોદી

છેલ્લાં છ વર્ષમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું UP: PM મોદી

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખર સહિત 40 દેશોના બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા.  આ સમિટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશના મુખ્ય ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આ સમિટ  ત્રણ દિવસો સુધી ચાલશે. આ સમિટમાં 34 સેશન હશે. આ સમિટમાં રૂ. 27 લાખ કરોડથી વધુનું મૂડીરોકાણ આવવાની અપેક્ષા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કાર્યક્રમના વિશેષ અતિથિ હશે.

આ સમિટમાં વડા પ્રધાને કહ્યું હતું કે દેશનો દરેક નાગરિક વધુ ને વધુ વિકાસ જોવા ઇચ્છે છે. રાજ્યની વસતિ 25 કરોડની છે. ઉત્તર પ્રદેશ કેટલાય દેશોથી મોટું છે. એક માર્કેટ તરીકે ભારત હવે સિરિયસ થઈ રહ્યું છે.

સરકારી પ્રક્રિયા સરળ થઈ રહી છે. એ જ કારણ છે કે ભારત 40,000 પ્રક્રિયાઓ ખતમ કરી ચૂક્યું છે. નકામા અને જૂના અનેક કાયદાઓ દૂર કરવામાં આવ્યા છે. ભારત આગળ વધી રહ્યું છે. દેશનું બજેટ પણ આ વાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ઓળખ સારી કાનૂન વ્યવસ્થા, શાંતિ અને સ્થિરતા છે. રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહેલના પરિણામ હવે નજરે ચઢી રહ્યાં છે. અહીં ટૂંક સમયમાં પાચ એરપોર્ટ કાર્યરત થઈ જશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી UP સીધા સમુદ્રના રસ્તાથી ગુજરાત સાથે જોડાશે. ઉત્તર પ્રદેશ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. ડિફેન્સ કોરિડોર બન્યું છે. તમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે નવી તકો ઊભી થઈ રહી છે. આરોગ્ય અને શિક્ષણમાં પણ મૂડીરોકાણની અનેક તકો છે.   

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular