Sunday, July 13, 2025
Google search engine
HomeNewsNational‘દેશના દરેક નાગરિકને ઘર પૂરું પાડીશું’

‘દેશના દરેક નાગરિકને ઘર પૂરું પાડીશું’

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર 2022ના ઓગસ્ટ સુધીમાં દેશમાં દરેક નાગરિકને ઘર પૂરું પાડશે.

આજે વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદમાં શિલજ વિસ્તારમાં એક કિલોમીટર લાંબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના પ્રસંગે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ગ્રામિણ અને શહેરી આવાસ યોજનાઓને એવી રીતે હાથ ધરવાની છે કે 2022ની 15મી ઓગસ્ટ સુધીમાં દેશમાં દરેક નાગરિકને ઘર મળી રહેશે. સરકારે અત્યાર સુધીમાં પરવડી શકે એવા 10 કરોડ આવાસ પૂરા પાડી પણ દીધા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 13 કરોડ ગરીબ પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular