Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalPM મોદીને G7-સમિટમાં ભાગ લેવા UKનું આમંત્રણ

PM મોદીને G7-સમિટમાં ભાગ લેવા UKનું આમંત્રણ

નવી દિલ્હીઃ બ્રિટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 સમીટમાં અતિથિ તરીકે ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ સમીટ 11થી 13 જૂન દરમ્યાન કોર્નવોલમાં યોજાવાની છે. યુકે G-7 પ્રેસિડેન્સીનો ઉપયોગ અગ્રણી લોકશાહીઓને એક કરવા માટે કરશે, જેથી કોરોના વાઇરસ સામે વધુ સારી રીતે લડી શકાય. યુકેએ ભારત સહિત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ અતિથિ દેશો તરીકે આમંત્રિત કર્યા હતા. G-7 જૂથમાં વિશ્વના મુખ્ય આર્થિક દેશો બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા અને યુરોપીય સંઘ સામે છે. આ G-7 કોરોના વાઇરસ રોગચાળો, ક્લાયમેટ ચેન્જ અને મુક્સ વેપાર જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન G-7 સમીટ પહેલાં ભારત પ્રવાસ કરે એવી શક્યતા છે.   

‘ફાર્મસી ઓફ વર્લ્ડ’ તરીકે ભારત પહેલેથી જ વિશ્વને 50 ટકા રસી સપ્લાય કરે છે. યુકે અને ભારતે આ રોગચાળા દરમ્યાન સાથે મળીને કામ કર્યું છે. બંને દેશોના વડા પ્રધાનો સમયાંતરે એકમેકથી વાતચીત કરે છે. UNSCમાં કાયમી બેઠક માટે P5 સભ્યમાં પહેલું રાષ્ટ્ર યુકે હતું.

વર્ષ 2005માં ભારતને G-7 સમીટમાં આમંત્રણ આપનાર G-7ના સભ્ય દેશો હતા. વર્તમાન બ્રિકસના પ્રમુખ અને 2023માં G-20ના પ્રમુખ તરીકે ભારત બહુપક્ષી સહકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. યુકે જુદા-જુદા સ્થળોએ G-7ના સરકારી પ્રધાનો વચ્ચે વર્ચ્યુઅલ અનેક મિટિંગ્સનું આયોજન કરશે.

આ પ્રધાનોની સમીટમાં આર્થિક, પર્યાવરણ, ટેક્નોલોજી અને વિદેશ નીતિઓને આવરી લેવામાં આવશે. 2021નું વર્ષ યુક્ માટે આંતરરાષ્ટ્રીય લીડરશિપનું નિર્ણાયક વર્ષ છે. આ  G-7 સમીટ ઉપરાંત ફેબ્રુઆરી દરમ્યાન યુકે યુએન સિક્યોરિટી કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળશે. આ વર્ષના અંતમાં યુકે ગ્લાસગોમાં COP26ને અને ગ્લોબલ કોન્ફરન્સને હોસ્ટ કરશે, જેનું લક્ષ્ય વિશ્વના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનું લક્ષ્ય છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular