Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalઆર્થિક સંકટ દૂર કરવા હિમાચલમાં ‘ટોઇલેટ સીટ’ પર લાગશે ટેક્સ

આર્થિક સંકટ દૂર કરવા હિમાચલમાં ‘ટોઇલેટ સીટ’ પર લાગશે ટેક્સ

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા CM સુખવિન્દર સિંહ સુખુની આગેવાની કોંગ્રેસ સરકારે ટોઇલેટ સીટના હિસાબે ટેક્સ લેવાનો નિર્ણય કર્યો છે. શૌચાલયની ગણતરી ઘરોમાં કેટલા ટોઇલેટ હશે એને આધારે થશે, એમ તેમણે કહ્યું હતું. આ ટોઇલેટ સીટ ટેક્સ લાગશે, પછી એ શહેર કે ગામમાં હોય. એ સાથે સરકારે લોકોને અપાતી મફત સેવા પણ બંધ કરી દીધી છે. આ સિવાય લોકોએ પ્રતિ મહિને રૂ. 100 પ્રતિ કનેક્શન પાણીનું ભાડું પણ ચૂકવવાનું રહેશે.

સરકારે એના માટે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. લોકોને કહેવામાં આવ્યું છે કે એ ટોઇલેટ સીટ માટે જેટલું પાણી ઉપયોગ કરશે, એના પર ટેક્સ પણ એ હિસાબે લગાવવામાં આવશે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ હવે ઘરમાં લાગતી દરેક ટોઇલેટ સીટ માટે રૂ. 25 ચાર્જ ચૂકવવાનો રહેશે. આ બિલ સીવરેજ અને પાણી બિલની સાથે લાગીને આવશે. પાણીના કુલ કુલ બિલના 30 ટકા સીવરેજ બિલ વસૂલવામાં આવશે. આવામાં જો પાણીનો ઉપયોગ વધુ થશે તો સીવરેજ બિલ પણ વધુ આવશે.

રાજ્યમાં ચૂંટણી પહેલાં ભાજપે વચન આપ્યું હતું કે જો પક્ષ સત્તામાં આવશે તો બધાને મફત પાણી આપવામાં આવશે, પણ સુખુ સરકારના આવ્યા પછી બધાને પ્રતિ કનેક્શન રૂ. 100 મહિને બિલ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલાં રાજ્યમાં પાણીનાં બિલ નહોતાં લેવામાં આવતાં. રાજ્યમાં કુલ પાંચ નગર નિગમ, 29 નગરપાલિકાઓ અને 17 નગર પંચાયતો છે, જેમાં આશરે 10 લાખ લોકો રહે છે. આવામાં નવા સરકારી આદેશથી રાજ્યની એક મોટી વસતિ પર પ્રતિકૂળ અસર પડવાની આશંકા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular